Vanbandhu Kalyan Yojana: ગુજરાત સરકારનું આદિજાતિ વિકાસ વિભાગ આદિવાસી સમુદાયના કલ્યાણ અર્થે સતત પ્રયત્નશીલ છે. આ જ દિશામાં વધુ એક પગલું ભરતા, વિભાગે વનબંધુ કલ્યાણ યોજના માટે નવું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ દ્વારા ખેડૂતો, પશુપાલકો અને વિદ્યાર્થીઓ સરળતાથી યોજનાનો લાભ મેળવી શકશે.
Vanbandhu Kalyan Yojana: વનબંધુ કલ્યાણ યોજના
યોજનાનું નામ | વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજનાની ઓનલાઈન પ્રોસેસ |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આદિજાતિના લાભાર્થીઓને મફતમાં મકાઈ, શાકભાજી અને ખાતરની કીટ પૂરી પાડવી. |
લાભાર્થી | ગુજરાત રાજ્યના આદિજાતિના BPL Card (0 થી 20 નો સ્કોર) ધરાવતા ખેડૂતો |
યોજનામાં મળવાપાત્ર સહાય | આ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત આપવામાં આવશે. |
અધિકૃત વેબસાઈટ | https://dsagsahay.gujarat.gov.in/ |
વનબંધુ કલ્યાણ યોજના હેઠળ મળવા લાભો
વનબંધુ કલ્યાણ યોજના હેઠળ કૃષિ વૈવિધ્યકરણ યોજના 2022-23 માટે જાહેરાત બહાર પડેલી છે. જેમાં આદિજાતિના ઈસમોને અલગ-અલગ યોજનાના લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
● આદિજાતિ ખેડૂતોને મકાઈ, શાકભાજીના બિયારણ તેમજ ખાતર મફત મળવાપાત્ર થશે.
● આ યોજના હેઠળ 50 કિલોગ્રામની DAP ખાતરની 1 થેલી અને 50 કિલોગ્રામની પ્રોમ ખાતરની 1 થેલીની કીટ મળશે.
● બનાસકાંઠા,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાઓના લાભાર્થીઓને મકાઈના બિયારણનો લાભ મળશે.
● નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓના ખેડૂત લાભાર્થીઓને શાકભાજીના બિયારણ મળશે.
Vanbandhu Kalyan Yojana ની પાત્રતા
Adijati Vikas Vibhag Gujarat હેઠળ કામગીરી કરતા ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં કૃષિ વૈવિધ્યકરણ યોજના ખૂબ મહત્ત્વ છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નકકી થયેલી છે. જે નીચે મુજબ છે.
● અનુસૂચિત જન જાતિના અરજદારોને લાભ મળવાપાત્ર થશે.
● આદિજાતિના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
● આ યોજનાનો લાભ 0 થી 20 BPL સ્કોર ધરાવતા લાભાર્થીઓને મળશે.
● આદિજાતિ લાભાર્થીઓને કુટુંબદીઠ એક જ કીટ મળવાપાત્ર થશે.
● અરજદારે કીટ મળ્યે રૂ. 250/- લોકફાળા પેટે જમા કરાવવાના રહેશે.
● વન કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજનાનો લાભ મેળવવા માટે DSAG Sahay Gujarat પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
વનબંધુ કલ્યાણ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
યોજનાની અંદર રજીસ્ટ્રેશન કરવા માટે કેટલાક ડોક્યુમેન્ટ ની જરૂર પડશે જે નીચે પ્રમાણે દર્શાવેલા છે.
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- જાતિનો દાખલો
- વિધવા નું પ્રમાણપત્ર
- પીવીટીજી/એફ આર એ/બીપીએલ નું પ્રમાણપત્ર
- પાસબુક અથવા કેન્સલ ચેક ની નકલ
- મોબાઈલ નંબર
Vanbandhu Kalyan Yojana ના તમામ ઘટકો
આ યોજનાની અંદર વિવિધ પ્રકારની યોજનાઓ ની અરજીઓ મંગાવવામાં આવેલ છે જે નીચે પ્રમાણેની યોજનાઓ છે.
- મંડપ યોજના
- ફલાવું ઝાડ રોપા વિતરણ યોજના
- સંકલિત ડેરી વિકાસ યોજના
- બકરા ઉછેર યોજના
- કૃષિ યાંત્રિકરણ રોટાવેટર થ્રેસર
- કૃષિ યાંત્રિકીકરણ મિનિ ટ્રેક્ટર
- ટીશ્યુ કલ્ચર બનાવવા યોજના
- વ્યવસાયલક્ષી તાલીમ યોજના
Vanbandhu Kalyan Yojana Gujarat Online Registration Process
પ્રિય વાંચકો, હવે મકાઈ, શાકભાજીના બિયારણ અને ખાતરની કીટ મેળવવા ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. આ ઓનલાઈન અરજી વનબંધુ કલ્યાણ યોજના હેઠળ અમલમાં મૂકાયેલ કૃષિ વૈવિધ્યકરણ યોજનામાં કરવાની રહેશે. Step by Step અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google માં Dsag Sahay Gujarat ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search ના જે પરિણામ આવે તેમાંથી https://dsag.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવાની રહેશે.
- આ Tribal Development Department ની અધિકૃત વેબસાઈટમાં “લાભાર્થી રજીસ્ટ્રેશન” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે લાભાર્થી રજીસ્ટ્રેશનનું નવું પેજ ખુલશે જેમાં “યોજનાનું નામ પસંદ કરો” ખાનામાં ક્લિક કરો.
- જેમાં “કૃષિ વૈવિધ્યકરણ યોજના” પસંદ કરીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- લાભાર્થીનું ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે.
- વ્યક્તિગત માહિતી જેવી કે રેશનકાર્ડ, બીપીએલ કાર્ડ, જમીનની નકલોની વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ વધુમાં લાભાર્થીના આધારકાર્ડ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ અરજદારે પોતાના માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ upload કરીને “Submit” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે ઓનલાઈન એપ્લિકેશન નંબર આવશે જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Dsag Sahay Gujarat Application Status
આદિજાતિના લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ તેની ઓનલાઈન સ્થિતિ જાણી શકે છે. ખેડૂત લાભાર્થીઓ દ્વારા https://dsag.gujarat.gov.in/ વેબસાઈટ પરથી Application Status ચેક કરી શકે છે.
Battery Pump Sahay Yojana: આ યોજનામાં ખેડૂતોને મળસે બેટરી પંપ ખરીદવા માટે રૂ 10,000/- ની સહાય
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.