Battery Pump Sahay Yojana: નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમાં ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડુત પોર્ટ્લ ભજવે છે. જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી ખેડુતોનો સતત વિકાસ હમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આજે આપણે ગુજરાત સરકારની આવી જ એક યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે યોજનાનું નામ છે “બેટરી પંપ સહાય યોજના”. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પાક સંરક્ષણ (જીવણુંથી સુરક્ષિત રાખવા માત્ર) માટે જરૂરી દવા છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
Battery Pump Sahay Yojana: બેટરી પંપ સહાય યોજના
યોજનાનું નામ | દવા છાંટવાનો બેટરી સંચાલિત પંપ સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોને પાક સંરક્ષણ માટે દવા છંટકાવનો પંપ સબસીડીના આધારે પૂરો પાડવો |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતોના તમામ |
સહાયની રકમ | 16 થી વધુ લિટર કેપેસીટી ધરાવતા પંપ માટે અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ,નાના, સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધીની સબસીડી સહાય અને અન્ય તમામ લાભાર્થીઓને રૂ. 8૦૦૦/- ની સહાય |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી |
બેટરી પંપ સહાય યોજનાનો હેતુ
ખેતી પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. આ બાબતને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા આ યોજના અમલી બનાવેલ છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પમ્પ ઉપર સબસીડી આપવામાં આવશે.
આ યોજનાનો લાભ કોણ લઈ શકે ?
- ગુજરાત રાજ્યનું સ્થાનિક રહેઠાણ ધરાવતા ખેડૂતો
- નાના, સીમાંત અને મોટા ખેડૂતો
- જમીન રેકર્ડ ધરાવતા ખેડૂતો (જેમની પાસે જમીન હસે તેવા ખેડૂતો)
Required Document of Battery Operated Spray Pump Scheme ।ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
ikhedut portal દ્વારા ખેડૂત યોજનાઓના ઓનલાઈન અરજી ફોર્મ સ્વીકારવામાં આવે છે. દવા છંટકાવના પંપ માટેની યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
1. જમીનની નકલ 7-12
2. અરજદારનું રેશનકાર્ડની નકલ
3. આધારકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ કઢાવેલ હોય તો
5. વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
6. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
7. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
8. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
9. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
10. બેંક ખાતાની પાસબુક
બેટરી પંપ સહાય યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા
ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
- ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
- અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
- Battery Operated Spray Pump Sahay Yojana મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતોઓએ આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Battery Pump Sahay Yojana માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
આ બેટરી પંપ સહાય યોજના માટે ગુજરત ના ખેડુત ભાઈઓએ ચોકશ આઈ ખેડુત પોર્ટલ પરથી ઓનાલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે તેઓ નિચે આપેલ સ્ટેપ અનુસરી શકે છે.
- સૌથી પેલા તમારે, Google સર્ચ એન્જિનમાં ‘આઈ-ખેડૂત પોર્ટલ’ ટાઈપ કરો અને સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ ખોલો.
- તે પછી પોર્ટલ પર ‘યોજના’ વિભાગ પર ક્લિક કરો અને ‘ખેતીવાડી ની યોજનાઓ’ પસંદ કરવાની રહેશે.
- ત્યાર પછી તમારે ‘પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલિત’ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારે પછી આ પેજ પર યોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સંપૂર્ણ માહિતી ધ્યાનથી વાંચ્યા પછી, ‘અરજી કરો’ બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી જો તમે પહેલાથી જ પોર્ટલ પર રજિસ્ટર્ડ છો, તો તમારે ‘હા’ પસંદ કરો અને તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બંને નાખી ને લોગ ઇન કરો. જો નહીં, તો તમારે ‘ના’ પસંદ કરી નવું રજિસ્ટ્રેશન કરો.
- ત્યાર પછી છેલ્લે તમારી વિગતો ચકાસો અને ખાતરી કરો કે બધી માહિતી સાચી છે.પછી માગ્યા મુજબ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ‘સાચવો’ બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી અરજી ફોર્મ ફરીથી એક વાર તપાસો અને ‘પુષ્ટિ કરો’ બટન પર ક્લિક કરી અરજી સબમિટ કરો.
- પછી અરજી સબમિટ કર્યા પછી, તમને એક અરજી નંબર મળશે. ભવિષ્યના સંદર્ભ માટે તેને તમારે સાચવીને રાખવાનું.
Ikhedut Portal Yojana List: આઈ ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ
Water Tank Sahay Yojana 2024: પાણી ટાંકી સહાય યોજના
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.