Water Soluble Khatar Sahay Yojana 2024: વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના

Water Soluble Khatar Sahay Yojana 2024: ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે ખેડૂતોને સીધો લાભ મળે તે હેતુથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે બહાર પાડેલી છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે.

Water Soluble Khatar Sahay Yojana

આજે ખેડૂતો માટેના આર્ટીકલ ની વાત કરીશું ખેડૂતો ખેતરમાં વિવિધતા પણ વાવેતર કરતા હોય છે પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોનું જરૂરિયાત રહે છે જેમાં અમુક તત્વો જમીનમાં રહેલા છે અને અમુક પોષક તત્વો ખેડૂતો બહારથી ઉમેરવા પડતા હોય છે જેવા નાઇટ્રોજન સલ્ફર ફોસ્ફરસ યુરિયા પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડે છે ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવે છે

ખેડૂતોને બહારથી લાવવા પડતા ખાતર સબસીડી રૂપે મળી રહે તે હજુ સુધી બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે આ ખાતર યોજના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ છે તો ચાલો આપણે ખાતર સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું જેમ કે આ યોજનાનો લાભ કોને મળે? કેવી રીતે લાભ મળશે અને કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે તેની તમામ માહિતી આજના આર્ટીકલ દ્વારા અમે તમને આપીશું

ખાતર સહાય યોજના નો હેતુ

ખેડૂતોને આવક બમણી કરવા તથા ખેતીના ખર્ચને ઘટાડવા માટે આ યોજના બહાર પાડવામાં આવે છે રાજ્ય સરકાર ખેતીમાં ડ્રીપ ઇરીગેશનનું પ્રમાણ વધે તે હેતુથી વોટર સોલ્યુબલ ખાતાનો લાભ આપવામાં આવે છે

ખાતર સહાય યોજના નો લાભ મેળવવા માટેની પાત્રતા

કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે ખાતર સહાય યોજના નું લાભ લેવા માટે ઓનલાઇન અરજી આઇ ખેડુત પોર્ટલ પરથી કરવાની હોય છે લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે બગાયતી વિભાગ દ્વારા પત્ર નક્કી કરેલ છે જે નીચે મુજબ છે

  • અરજદાર ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જરૂરી છે
  • ભારત સરકારશ્રીના પ્રવર્તમાન ફર્ટિલાઇઝર કંટ્રોલ એક્ટના ધારા ધોરણો મુજબના વોટર સોલ્યુબલ ફટીલાઈઝર અધિકૃત સંસ્થા પાસેથી ખરીદી કરવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતોએ ડ્રિફ્ટ ઈરીગેશન હોવા અંગેના પુરાવા રજુ કરવાના રહેશે સરકાર દ્વારા બહાર પાડેલ છે
  • ખેડૂત લાભાર્થીએ વોટર સોલ્યુબલ ખાતર યોજના એક જ વાર મળવા પાત્ર રહેશે
  • ખેડૂત અરજદાર આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે

જરૂરી દસ્તાવેજો

  • ખેડૂતની સાતબાર ની જમીનની નકલ
  • આધાર કાર્ડ ની નકલ
  • જાતિનો દાખલો
  • રાશન કાર્ડ ની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હો અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીમાં હોય તો વન અધિકાર પત્રની નકલ
  • ખેતીના 7/12 અને 8 ઓ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સમંતી પત્રક
  • લાવાથી પાસ આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • મોબાઈલ નંબર

ખાતર સહાય યોજનાઓ મળવાપાત્ર લાભ

  •  આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે ખાતર સહાય યોજના શું શું લાભ મળે તેની માહિતી નીચે મુજબ છે
  • ભારત સરકારશ્રીના પ્રવર્તમાન ફર્ટિલાઈઝર કંટ્રોલ એક્ટના ધારા ધોરણ મુજબ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર અધિકૃત સંસ્થા પાસે ખરીદી કરવાની રહેશે
  • સરકારશ્રી દ્વારા ઉત્પાદન જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી વોટર સોલ્યુબલ ખાતરની ખરીદી કરવાની રહેશે
  • ખેડૂતોએ આ યોજના નો લાભ લેવા માટે ડ્રીપ ઇરીગેશન હુવા અંગેના પુરાવા રજૂ કરવાના રહેશે

સામાન્ય ખેડૂતો માટે
સામાન્ય ખેડૂતો માટે ખર્ચના 50% મુજબ વધુમાં વધુ રૂપિયા 10000 હેક્ટર સાહેબ મળવા પાત્ર હશે ખેડૂતોને વધુમાં વધુ એક એક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે

અનુસૂચિત જનજાતિ માટે
અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે કુલ ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂપિયા 15000 હેક્ટર સહાય મળવા પાત્ર થશે ખેડૂતોને આ યોજનામાં વધુમાં વધુ એકતાની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે

અનુસૂચિત જાતિ માટે
અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ખર્ચના 75% મુજબ વધુમાં વધુ રૂપિયા 15000 હેક્ટર સહાય મળવાપાત્ર રહેશે લાભાર્થી ખેડૂતોને વધુમાં વધુ એક એક્ટરને મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ હેઠળ બાગાયતી યોજનાઓ ખેડૂતોને લાભ આપવામાં આવે છે લાભાર્થી ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતો આ યોજનાની ઓનલાઇન અરજી ઘરે બેઠા જાતે પણ કરી શકે છે તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE દ્વારા પણ ઓનલાઇન અરજી કરી શકે છે

  • Google સર્ચ આઇ ખેડૂત પોર્ટલ ટેપ કરવાનું રહેશે
  • ત્યારબાદ google સર્ચમાં જે પરિણામ આવે તેમાંથી સત્તાવાર વેબસાઈટ ખોલવી
  • આઇ ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ યોજનાના વિકલ્પ પર ક્લિક કરો
  • હવે યોજનાના બટન પર ક્લિક કર્યા પછી બાગાયતી યોજના ખોલવી
  • બાગાયતી યોજના ખોલ્યા બાદ વિવિધ બાગાયતી યોજનાઓ બતાવશે
  • જેમાં ફળો પાકો ના વાવેતર વિભાગની યોજના પર ક્લિક કરવું
  • હવે તેમાં બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજનામાં અરજી કરો તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે
  • હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર ખેડૂત છો જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો હા અને નથી કર્યો તો ના કરવાનું રહેશે
  • જો તમે અગાઉ રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ કેપ્ચા ઈમેજ નાખવાની રહેશે
  • લાભાર્થી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ના સિલેક્ટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે
  • લાભાર્થી ખેડૂતોએ ઓનલાઇન અરજીમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અડધી સેવ કરી તેના પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ લાભાર્થીઓ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે એકવાર હજી કન્ફર્મ થઈ ગયા પછી અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહીં જેની નોંધ લેવી
  • લાભાર્થી ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવવાની રહેશે
  • ખેડૂત દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી સિક્કા કરવાના રહેશે
  • ત્યારબાદ આઇ ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબના જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે
  • છેલ્લે તમારી અરજી કન્ફોર્મ થઈ ગયા બાદ પ્રિન્ટ આઉટ મેળવવાની રહેશે.

Tar Fencing Yojana 2024: તાર ફેન્સીંગ યોજના હેઠળ પચાસ ટકા સુધી સબસીડી મેળવો જાણો તમામ માહિતી

Soil Health Card Yojana 2024: 22 કરોડથી વધુ ખેડૂતોને મળ્યું સોઇલ હેલ્થ કાર્ડ અહીં જાણો તમામ માહિતી

Leave a Comment