Namo Saraswati Yojana 2024: હાલ માં જ ગુજરાત સરકાર ધ્વરા નવું બજેટ સત્ર 2024-25 ની અંદર એક નવી યોજના “નામો સરસ્વતી યોજના” ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીનીઓના ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન મળે એ હેતુ થી સરકાર તરફથી રૂ.50,000ની શિષ્યવૃત્તિ સહાય આપવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતી વિદ્યાર્થીનીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે જેની તમામ જાણકારી આમે આ પોસ્ટ દ્વારા અહીંયા આપી છે જેને વિગતવાર વાંચી ફોર્મ Apply કરી શકો છો.
Namo Saraswati Yojana: ગુજરાત સરકારે ધોરણ 11 અને 12માં વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીઓ માટે INR 25,000 ની શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2024-25 ના બજેટમાં, ગુજરાતના નાણામંત્રી, કનુભાઈ દેસાઈએ આ યોજનાની શરૂઆતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આર્થિક રીતે અશક્ત અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રેરિત કરવામાં સહાય.
Namo Saraswati Yojana: નમો સરસ્વતી યોજના
યોજનાનું નામ | નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 |
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 | રૂ 10 હજારની સહાય |
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-12 | રૂ 15 હજારની સહાય |
કુલ સહાય રકમ . | રૂ. ૨૫,૦૦૦/- સહાય |
કયા વિદ્યાર્થીઓને લાભ મળશે? | વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને |
ઓફિશિયલ વેબસાઈટ | https://cmogujarat.gov.in/ |
જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષામાં પ૦% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર રહેશે.
ગુજરાત રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ, અથવા માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦ પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ.
Namo Saraswati Vigyan Sadhana Yojana 2024 મળવાપાત્ર સહાય રકમ
Namo Saraswati Vigyan Sadhana Yojana 2024 આ યોજના હેઠળ ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે.
- ધોરણ ૧૧ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- અને ધોરણ ૧૨ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- મળવાપાત્ર રહેશે.
- ધોરણ ૧૧ અને ૧૨ના શૈક્ષણિક વર્ષો દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૧૦૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ?
રૂપિયા 25 હજારની સહાય મેળવવા માટે તમે યોગ્ય પાત્રતા ધરાવતા હોવા જોઈએ, જે નીચે મુજબ છે.
- સૌપ્રથમ વિદ્યાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
- વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- વિદ્યાર્થી સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- ધોરણ-10 માં 50% કે તેથી વધારે ગુણ હોવા જોઈએ.
- લાભાર્થી વિદ્યાર્થીના કુટુંબની આવક 6, 00,000 કે તેથી વધારે ન હોવી જોઈએ.
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે જરૂરી દસ્તાવેજ
જો તમે આ યોજનાના લાભ માટે યોગ્ય પાત્રતા ધરાવવો છો તો નીચે મુજબના ડોક્યુમેન્ટસ હોવા જરૂરી છે.
- મોબાઈલ નંબર
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ
- ધોરણ-10 ની માર્કશીટ
- બેંક ખાતા ની પાસબુક
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- આવકનો દાખલો
Namo Saraswati Yojana માટે અરજી પ્રક્રિયા :
આ યોજનામાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે.
- સૌપ્રથમ તમારે તમારી શાળાને આચાર્યશ્રીને આ યોજનામાં ફોર્મ ભરવા માટે જણાવવાનું રહેશે.
- આચાર્ય શ્રી દ્વારા મંગાવેલા તમામ ડોક્યુમેન્ટસ શાળાએ જમા કરાવવાના રહેશે.
- ત્યારબાદ તમારી શાળા દ્વારા જ આ યોજના માટે તમારું ફોર્મ ભરી દેવામાં આવશે.
Maza Ladka Bhau Yojana 2024: મહારાષ્ટ્ર સરકાર બેરોજગાર યુવાનોને દર મહિને 10 હજાર રૂપિયા આપશે
Namo Saraswati Yojana FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 માં કેટલી સહાય મળશે ?
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 માં કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય મળશે
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 માં કયા ધોરણ વાળા ને સહાય મળશે ?
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 હેઠળ ફક્ત ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય મળશે.
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.