Gyan Sadhana Scholarship Yojana: ગુજરાત સરકારે રાજ્યની શિક્ષણ વ્યવસ્થાને સુંદર બનાવવા માટે આર્થિક રીતે નબળા પરિવારોના રાજ્યના વિદ્યાર્થીઓ માટે Gyan Sadhana Scholarship 2024 ની શરૂ કરી છે. ધોરણ IX થી XII માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ યોજનામાંથી નાણાકીય સહાય મળે છે. આ સમગ્ર લેખમાં, અમે સ્કોલરશીપ વિશેની તમામ માહિતીની ચર્ચા કરીશું. હું આશા રાખું છું કે તમે લેખને અંત સુધી વાંચશો.
Gyan Sadhana Scholarship 2024
જ્ઞાન સાધના સ્કોલરશીપનો હેતુ
આ જ્ઞાન સાધના સ્કોલરશીપ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાત રાજ્યના તમામ વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. કુલ 25 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે. સરકારી શાળાઓ અને ખાનગી શાળાઓમાં અભ્યાસ ચાલુ રાખનારને પણ સ્કોલરશીપ મળશે. Gyan Sadhana Scholarship સ્કોલરશીપની રકમ દર વર્ષે વિદ્યાર્થીઓને આપવામાં આવે છે.
જ્ઞાન સાધના સ્કોલરશીપમાં કેટલીરકમ મળશે?
- ધોરણ-9 થી 10 ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ.22000 સ્કોલરશીપ મળશે.
- ધોરણ- 9 થી 12 ના વિદ્યાર્થીઓને રૂપિયા 25,000/- સુધી સ્કોલરશીપ મળશે.
- સરકારી કે ગ્રાન્ટેડ શાળામા ધોરણ 9 અને 10 માં વાર્ષિક રૂ. 6000 સ્કોલરશીપ મળશે.
- સરકારી કે ગ્રાન્ટેડ શાળામા ધોરણ 11 અને 12 માં વાર્ષિક રૂ. 7000 સ્કોલરશીપ મળશે.
Gyan Sadhana Scholarship ની પાત્રતા
- ધોરણ 1 થી 8 સળંગ સરકારી કે ગ્રાન્ટેડ શાળામા અભ્યાસ કરી હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ સહાય મેળવવા માટે આ ફોર્મ ભરી શકે છે.
- રાઇટ ટુ એજયુકેશન હેઠળ 25 % ક્વોટા અંતર્ગત વિદ્યાર્થી ખાનગી શાળામા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનુ શિક્ષણ સળંગ પુરૂ કર્યુ હોય અને હાલ ધોરણ 8 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકે છે.
Gyan Sadhana Scholarship પસંદગી પ્રક્રિયા
- સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
- ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
- ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
Gyan Sadhana Scholarship કેવી રીતે કરશો અરજી
- મુખ્યમંત્રી જ્ઞાનસાધના યોજનામાં સૌથી પહેલા વિદ્યાર્થીએ સ્કોલરશીપ પરીક્ષા માટે ઓનલાઇન એની સત્તવાર વેબસાઇટ પર જઇને ફોર્મ ભરવાનુ હોય છે.
- જેની ઓફિશિયલ વેબસાઇટ https://gssyguj.in/ છે ફોર્મ ભરવા જેની મુલાકાત લ્યો અને ઓનલાઇન ફોર્મ ભરો.
- ત્યાર પછી ફોર્મ ભરેલ વિદ્યાર્થીઓની રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા લેવામા આવશે.
- આ પરીક્ષા તા. 31-3-2024 ના રોજ લેવામા આવશે.
- ત્યારપછી મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવશે.
- ત્યારપછી પસંદ થયેલા વિદ્યાર્થીઓ એ પોતાના ડોકયુમેન્ટ અને અન્ય પુરાવા ઓનલાઇન અપલોડ કરવાના હોય છે.
- ત્યારપછી જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીના ડોકયુમેન્ટ ની ચકાસણી કરવામા આવશે.
- ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને ફાઇનલ સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
મુખ્યમંત્રી જ્ઞાનસાધના સ્કોલરશીપમાં આવક મર્યાદા કેટલી છે ?
Gyan Sadhana Scholarship Yojana મા પરીક્ષા ફોર્મ ભરવા માટે સરકારી કે ગ્રાન્ટેડ શાળા મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કોઇપણ જાતની આવક મર્યાદા નથી પરંતુ RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને પરીક્ષા ફોર્મ ભરવા માટે RTE પ્રવેશ માટે નિયત કરવામા આવેલી આવકમર્યાદા કરતા વધારેના હોવી જોઇએ.
કસોટીનું માળખુ જાણો
Gyan Sadhana Scholarship Yojana મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા કટ ઓફ મેરીટના આધારે કરવામા આવે છે. જેમા લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે મુજબ હોય છે.
- પ્રશ્ન પત્ર કુલ 120 ગુણનુ હશે તથા સમય 150 મિનિટ હશે.
- કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા હશે
- વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી માધ્યમ મા આ પરીક્ષા આપી શકે છે.
કસોટી વિગત | પ્રશ્નો | ગુણ |
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 40 | 40 |
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી | 80 | 80 |
ઉપયોગી લિન્ક
સતાવાર સાઇટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.