Free Silai Machine Yojana Gujarat 2024: ફ્રી સિલાઈ મશીન યોજના 2024: ગુજરાત સરકાર દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે ત્યારે ફરી વખત મહિલાઓ માટે ફ્રી સિલાઈ મશીન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. મહિલાઓ ઘરેબેઠા જ સ્વરોજગારી કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામા આવે છે.
જો તમે સિલાઈ મશીન યોજના હેઠળ રૂપિયા 15,000 ની રકમ મેળવવા માંગતા હોય તો નીચે આપેલી સંપૂર્ણ માહિતી વાચો. તમે ઘરે બેઠા સિલાઈ મશીન યોજના માટે અરજી કરી શકો છો અને તેનો લાભ મેળવી શકો છો.
Free Silai Machine Yojana Gujarat 2024
યોજનાનું નામ | ફ્રી સિલાઈ મશીન યોજના 2024 Free Silai Machine Yojana Gujarat 2024 |
રાજ્ય | ગુજરાત |
હેતુ | મહિલાઓને સ્વરોજગારી કરી આત્મનિર્ભર બનાવવી |
વિભાગ | માનવ કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ |
કોને લાભ મળે | મહિલાઓને |
સહાય | રૂપિયા 21,500/- ની સાધન સહાય મળશે. |
સત્તાવાર વેબસાઇટ | https://e-kutir.gujarat.gov.in https://sje.gujarat.gov.in/ |
મફત સિલાઈ મશીન યોજનાનો હેતુ શું છે?
કેન્દ્ર સરકાર દ્વારા મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું છે. આ યોજના દ્વારા સરકાર તમામ ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને મફત સિલાઈ મશીન પ્રદાન કરી રહી છે જેથી તેઓ ઘરે બેઠાં પોતાનો રોજગાર શરૂ કરી શકે. તેનાથી સ્વરોજગારને પ્રોત્સાહન મળશે અને મહિલાઓ પણ કામ કરવા માટે પ્રેરિત થશે.
મહિલાઓના જીવન ધોરણને સુધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલ આ એક સારું પગલું છે. આ યોજના દ્વારા આર્થિક તંગીથી પીડિત મહિલાઓને ઘણી રાહત મળશે. સિલાઈ મશીન યોજના દ્વારા મફત મશીન મેળવવા થી મહિલાઓ ઘરે બેઠા સારી આવક મેળવી શકશે. જેના કારણે તેમને આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે અને તેઓ આત્મનિર્ભર બનશે.
ફ્રી સિલાઈ મશીન યોજનાના લાભો અને વિશેષતાઓ
- આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે, જેનો લાભ દેશની તમામ આર્થિક રીતે નબળી મહિલાઓને મળશે.
- આ યોજના હેઠળ દરેક રાજ્યમાં 50,000 થી વધુ જરૂરિયાતમંદ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે.
- આ યોજના હેઠળ શહેરી અને ગ્રામ્ય બંને વિસ્તારની મહિલાઓને મફત સિલાઈ મશીનનો લાભ મળશે.
- મુફ્ત સિલાઈ મશીન યોજના દ્વારા દેશની તમામ મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી તેમને કોઈના પર નિર્ભર રહેવાની જરૂર ન પડે.
- આ યોજના તે મહિલાઓ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે જેઓ ઘરે બેસીને પોતાનો રોજગાર સ્થાપિત કરવા માંગે છે.
- આ યોજના દ્વારા મહિલાઓ મફતમાં સિલાઈ મશીન મેળવીને ઘરે બેઠા રોજગારી મેળવી શકે છે.
- આ યોજનાનો લાભ લેવાથી મહિલાઓ આત્મનિર્ભર અને સશક્ત બનશે. તેનાથી તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે.
મફત સિલાઈ મશીન યોજના માટે પાત્રતા
- મફત સિલાઈ મશીનનો લાભ મેળવવા માટે, લાભાર્થી મહિલા ભારતીય હોવી આવશ્યક છે.
- ઉંમર મર્યાદા: અરજી કરનાર મહિલાની ઉંમર 20 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- આ યોજના હેઠળ લાભાર્થી મહિલાના પતિની આવક ₹12000 થી વધુ ન હોવી જોઈએ.
- દેશની આર્થિક રીતે નબળી મહિલાઓને જ આ યોજનાનો લાભ મળશે.
- દેશની વિધવાઓ અને વિકલાંગ મહિલાઓ પણ આ યોજના માટે અરજી કરવા પાત્ર હશે.
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે મળવાપાત્ર સહાય
માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. આ સાધન સહાય યોજના હેઠળ 21,500/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- ચુંટણી કાર્ડ
- મોબાઇલ નંબર
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- રહેઠાણનો પુરાવો
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર અંગે નો દાખલો
- અરજદારની જાતિ નો દાખલો
- વાર્ષિક આવક નો દાખલો
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
- એકરારનામું
- જો અરજદાર વિકલાંગ હોય તો અપંગતા પ્રમાણપત્ર
- જો અરજદાર મહિલા વિધવા હોય તો તેનું નિરાધાર પ્રમાણપત્ર
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 માટે અરજી કેવી રીતે કરવી?
મહિલાએ આ યોજનામાં અરજી કરવાની રહેશે અને અરજી ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે, કેવી રીતે અરજી કરવી અને આ માટેની પ્રક્રિયા નીચે જોઈ શકાય છે:
- સૌપ્રથમ સતાવાર વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in ઓપન કરો.
- ત્યારબાદ આ વેબસાઇટમા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વીવીધ યોજનાઓ આવશે.
- તેમા માનવ ક્લ્યાણ યોજના સીલેકટ કરી સૌ પ્રથમ તેનુ ડીટેઇલ નોટીફીકેશન, નિયમો અને ઓનલાઇન ફોર્મ કેમ ભરવુ તેની સૂચનાઓ વાંચી લો.
- ત્યાર બાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી બટન પર ક્લીક કરો.
- તેમા સૌપ્રથમ તમારૂ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. બનાવો.
- હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
- આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
- અરજદારે આધાર કાર્ડ ની નકલ, રેશન કાર્ડની નકલ વગેરે document upload કરવાના રહેશે.
- ત્યાર બાદ application વાંચ્યા બાદ confirm કરવાના રહેશે.
- ઓનલાઇન ફોર્મ ભરતી વખતે દરજી કામ સહાય ઓપ્શન સીલેકટ કરો.
ફ્રી સિલાઈ મશીન યોજના ફોર્મ 2024
કોઈપણ મહિલા જે આ યોજનામાં અરજી કરવા માંગે છે અને સરકાર દ્વારા આપવામાં આવેલ ફ્રી સિલાઈ મશીન લેવા માંગે છે, તો તેઓ આ યોજનાનું ફોર્મ ભરીને આ યોજનાનો લાભ લઈ શકે છે. ફોર્મ www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.
IKhedut Portal Registration: આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.