Vridha Pension Yojana 2023 Form: વૃદ્ધ પેન્શન યોજના 2024, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના: ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી જ એક યોજના છે. વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ પોસ્ટમા આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.
Vridha Pension Yojana 2024
યોજનાનુ નામ | ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના |
લાભાર્થી જૂથ | ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિ |
મળતી સહાય | રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને |
અમલીકરણ | મામલતદાર કચેરી |
સાઇટ | sje.gujarat.gov.in |
વૃદ્ધ પેન્શન યોજના 2024
યુવાવસ્થામાં વ્યક્તિ પોતાનું જીવન સરળતાથી જીવી શકે છે કારણ કે તેઓ કોઈ પણ કાર્ય કરી પૈસા કમાઈ શકે છે પરંતુ વૃદ્ધ અવસ્થામાં જો જે તે વૃદ્ધ વ્યક્તિનું કોઈ સહારો ન હોય તો તે કઈ રીતે આર્થિક આવક ઊભી કરી શકે? તેથી ખાસ વૃદ્ધો માટે સરકારે વૃદ્ધ પેન્શન યોજના અમલમાં મૂકી છે જેથી વ્યક્તિ પોતાના વૃદ્ધાવસ્થામાં આર્થિક સમસ્યા ઊભી ન થાય અને પોતાનું જીવન સરળતાથી જીવી શકે.
વૃદ્ધ પેન્શન યોજના ના મુખ્ય લાભ
- 80 વર્ષથી વધારે ઉંમર ધરાવતા વૃદ્ધ સરકાર દર મહિને ₹1,250 ની સહાય આપે છે.
- આ યોજના દ્વારા 60 થી 79 વર્ષની વયના વ્યક્તિને સરકાર દર મહિને ₹1,000 ની સહાય આપે છે.
- આ યોજના દ્વારા મળતા પૈસા સીધા બેગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે જેથી અન્ય કોઈ મુશ્કેલી માં પડવું પડતું નથી.
- આ યોજના દ્વારા મળતી આર્થિક સહાયથી વૃદ્ધ પોતાની વૃદ્ધાવસ્થામાં સરળતાથી જીવન પસાર કરી શકે છે.
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના 2024
ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. જેના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા લાભાર્થિઓ માટે છે. Gujarat Vridha Pension Yojana 2024 આ યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે.
પાત્રતા ધોરણો
- લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
- લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
- લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.
વૃદ્ધ સહાય ડોકયુમેન્ટ લીસ્ટ
- ઉંમરની સાબિતી માટે ઉંમરનું પ્રમાણપત્ર /શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(આ પૈકી કોઇ પણ એક)
- ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
- લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ
- બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ
વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ
- તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
- તમારા તાલુકાની મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી પણ ફોમ ડાઉનલોડ કરી શકાશે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- ઉપરાંત આ આર્ટીકલમા નીચે PDF ડાઉનલોડ કરવા લીંક પણ આપેલ છે.
વૃદ્ધ પેન્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- ઉમર અંગેના પુરાવો (લિવિંગ સર્ટિફિકેટ, જન્મનો દાખલો વગેરેમાંથી કોઈ એક)
- રહેઠાણનો પુરાવો (ચૂંટણી કાર્ડ, લાઈટ બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ભાડા કરાર વગેરે માંથી કોઈ એક)
- રેશનકાર્ડ
- આધારકાર્ડ
- આવકનો દાખલો
- બેંક પાસબુક ની નકલ
- જો લાભાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
- 21 વર્ષનો પુત્ર નથી તે અંગેનું પ્રમાણપત્ર
- જો 21 પ્રશ્નો પુત્ર હોય તો તે માનસિક રીતે અસ્થિર છે અથવા કોઈ બીમારીથી પીડાય છે તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે.
વૃદ્ધ પેન્શન યોજના સહાયની રકમ
૬૦ થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 સહાય આપવામા આવે છે. તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1250 સહાય આપવામા આવે છે. મઘડપણ મા આ સહાય મળવાથી વૃદ્ધો ને પોતાનુ ગુજરાન ચલાવવા માટે આ સહાયથી એક ટેકો મળી જાય છે.
આ યોજનાઓ અંતર્ગત સહાયની રકમ ડી.બી.ટી દ્વારા લાભાર્થીનાં પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામા આવે છે.
સરકાર દ્વારા મહિલાઓ, બાળકો અને વૃધ્ધો માટે ઘની કલ્યાણકારી યોજનાઓ ચલાવવામા આવે છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને આ યોજનાઓની માહિતી મળી રહે તે માટે આ યોજનાઓને વધુ મા વધુ શેર કરો.
પેન્શન યોજના ફોર્મ
- તમારા જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
- મામલતદાર કચેરીએથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાય છે.
- ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.
- નીચે દર્શાવેલ લીન્ક પરથી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે.
- https://digitalsevasetu.gujarat.gov.in/SchemPortal/ServiceGroup.aspx
- ઉપરાંત આ પોસ્ટમા નીચે PDF ડાઉનલોડ કરવા લીંક પણ આપેલ છે.
આ યોજના અંતર્ગત નિરાધાર વૃદ્ધો કે જેમની ઉંમર મોટી હોય અને આવકનુ કોઇ સાધન ન હોય તથા નિરાધાર હોય તેમને દર મહિને સહાય મળવાથી તેમનુ ગુજરાત ચાલી શકે છે. વૃદ્ધ સહાય માટેના ફોર્મ આ પોસ્ટમા નીચે આપેલ છે.
Kuvarbai nu Mameru Yojana 2024 : કુંવરબાઈ નું મામેરું યોજના કન્યા ને રૂ.12,000 ની મળશે સહાય
મહત્વની લીંક
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ઓફીશ્યલ સાઇટ | અહિં ક્લીક કરો |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ઓફીશ્યલ સાઇટ | અહિં ક્લીક કરો |
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ફોર્મ | અહીં ક્લિક કરો |
FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો
વૃદ્ધ પેન્શન સહાય યોજના માટે ઓછા મા ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ?
60 વર્ષ
વૃદ્ધ પેન્શન યોજનામા દર મહિને કેટલી સહાય આપવામા આવે છે ?
રૂ.1000 થી રૂ.1250
વૃદ્ધ પેન્શન સહાય યોજના મા આવક મર્યાદા શું છે?
ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.120000 અને શહેરી વિસ્તાર માટે રૂ.150000.
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.