IKhedut Portal Gujarat Bagayati Yojana Gujarat 2024: આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે . બાગાયતી ખેતી વિષયક 74 જેટલા ઘટક માટે લાભો મેળવવા માટે ઓન લાઇન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે.
IKhedut Portal ગુજરાત સરકારે ખેડૂતોની આવક વધારવા માટે અનેક લાભદાયી યોજનાઓ રજૂ કરી છે. આ યોજનાઓ ikhedut પોર્ટલ દ્વારા સુલભ છે અને કૃષિ, પશુપાલન અને બાગાયત સહિતના ક્ષેત્રોની વિશાળ શ્રેણીને આવરી લે છે. બગાયતી વિભાગે ખેડૂતોના કલ્યાણ અને વિકાસને ધ્યાનમાં રાખીને 60 થી વધુ ઓનલાઈન યોજનાઓ શરૂ કરી છે. ikhedut પોર્ટલ પર વિવિધ કલ્યાણકારી યોજનાઓ ઉપલબ્ધ છે, જેમાં લાભ મેળવવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2024 નક્કી કરવામાં આવી છે.
જેની ઘણા સમયથી આપ સૌ ખેડૂત પોર્ટલ(I Khedut)ઓન લાઇન અરજી શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા .હવે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. તો આજે જ અરજી કરીદો અને મેળવો 74 જેટલી યોજનાનો લાભ.
IKhedut Portal Bagayati Yojana Gujarat 2024
યોજનાનું નામ | બગાયતી યોજના યાદી 2024 (Bagayati Yojana Gujarat 2024-25) |
વિભાગનો ઉદ્દેશ | કૃષિ ઉત્પાદકતા અને ખેડૂતોની આવક વધારવામાં મદદ કરવી. |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની શરુ તારીખ | 12 માર્ચ, 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 11 મે, 2024 |
I Khedut પોર્ટલ ગુજરાતના ખેડૂતો માટે કૃષિ વિષયક જરૂરી સાધન સહાય પુરી પાડવા ઉપરાંત બજાર ભાવ અને વિવિધ યોજનાઓ માટે ઓનલાઈન માહિતી તથા સહાય મેળવવા માટેનું પોર્ટલ છે . અહી કૃષિ એટલેકે ખેતીવાડી ની યોજનાઓ કૃષિ અને જળ સંગ્રહ ,મત્સ્યોધોગ,પ્રાકૃતિક ખેતી અને આત્મા વિભાગની વિવિધ યોજનાઓ તેમજ અદ્યતન કૃષિ માહિતી તેમજ હવામાન વગેરેની માહીતી ઉપરાંત નોધાયેલા ડીલર્સ, કૃષિ ધિરાણ આપતી સંસ્થાઓ વગેરેની માહીતી તથા સહાય મેળવવા માટે ઘેર બેઠા યોજનાનો લાભ મેળવવા માટેનું I Khedut ઓન લાઇન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.
બગાયતી યોજનાના લાભો મેળવવા માટે પાત્રતા માપદંડ:
કૃષિ સહાય યોજના ગુજરાત 2024 હેઠળની યોજનાઓના લાભો પાત્ર લાભાર્થીઓ માટે અનામત છે. નીચેના માપદંડો બગાયતી યોજનાઓના લાભો મેળવવા માટેની પાત્રતા નક્કી કરે છે:
- અરજદાર ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ.
- પાત્ર લાભાર્થીઓમાં નાના, સીમાંત, મહિલાઓ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાન્ય અને અન્ય ખેડૂતોનો સમાવેશ થાય છે.
- લાભાર્થી પાસે ખેતીની જમીન હોવી આવશ્યક છે.
- યોજનાના લાભો માટેની અરજી I khedut પોર્ટલ દ્વારા કરવાની રહેશે.
આઈ ખેડૂત પોર્ટલ (I Khedut Portal) પર ઉપલબ્ધ ઘટકો
કિસાન આઈ પોર્ટલ પર ખેતીવાડીની યોજનાઓ ,બાગાયતી યોજનાઓ ,મત્સ્ય પાલનની વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને જરૂરી વિવિધ પ્રકારના સાધનોની સહાય મેળવવા ઓન લાઇન અરજી I kisan આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની હોય છે . હાલમાં બાગાયત ખેતીની 106 યોજનાઓ પૈકીના 74 ઘટક મત્સ્ય પાલનના 64 ઘટકમાંથી 10 ઘટક માટે ઓન લાઇન અરજીઓ સવીકારવાનું શરૂ થઈ ગયેલ છે . તો લાભ મેળવવા ઇચ્છતા ખેડૂતો અંતિમ તારીખની રાહ જોયા વગર વહેલી અરજી કરે તે ઇચ્છનીય છે અરજી કરવાની છેલ્લી તારીખ : 31 મે 2023 છે.
- કૃષિ કુલ ઘટક 52 પૈકી અરજી શરૂ કરેલ ઘટક 0
- બાગાયતના ઘટક 106 પૈકી શરૂ કરેલ ઘટક 74
- મત્સ્ય પાલન કુલ ઘટક 64 ઘટક પૈકી શરૂ કરેલ ઘટક 10
આઈ ખેડૂત પોર્ટલ યોજના ના લાભ :
- ખેડૂતને કોઈ ઓફિસ કે કચેરીમાં રૂબરૂ જવું પડતું નથી .
- સરકારની કૃષિ વિષયક યોજનાઓની માહિતી I Kisan પોર્ટલ પર મળી રહે છે .
- સાધન સહાયનાં નાણાં સીધાં પોતાના ખાતામાં જમા થાય છે.
- હવામાન અને બજાર ભાવ ની માહીતી મળે છે .
- આધુનિક ખેતી વિષયક જાણકારી મળી રહે છે .
- ખેતીના ઓજારોના ડીલર્સ ની માહીતી મળે છે .
- પ્રાકૃતિક ખેતી અને આત્મા અંતર્ગત માર્ગદર્શન મળે છે.
બગાયતી યોજનાનો લાભ લેવા માટે જરૂરી દસ્તાવેજો:
ગુજરાતના ખેડૂતોએ પોતાને કૃષિ યોજનાઓનો લાભ લેવા માટે I khedut પોર્ટલ પર નોંધણી કરાવવી આવશ્યક છે. વિવિધ કૃષિ યોજનાની અરજીઓ ઓનલાઈન ભરવામાં આવે છે. બગાયતી વિભાગની યોજનાઓનો લાભ મેળવવા અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી દસ્તાવેજો નીચે આપેલા છે:
- 7-12 જમીનના રેકોર્ડની નકલ
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- આદિજાતિનું પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- રેશન કાર્ડની નકલ
- લાભાર્થી ખેડૂતના આધાર કાર્ડની નકલ
- વિકલાંગ અરજદારો માટે અપંગતા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
- સ્વ-નોંધણીની વિગતો (જો લાગુ હોય તો)
- ખેડૂતોની સહકારી મંડળીમાં સભ્યપદની વિગતો
- ડેરી સહકારી મંડળીમાં સભ્યપદની વિગતો
- મોબાઇલ નંબર
- બેંક ખાતાની પાસબુક
IKhedut Portal પર અરજી કરવાની રીત:
ખેડૂત મિત્રો ઘરે બેઠાં Ikhedut પોર્ટલ પર અરજી કરવી ખુબજ સરળ છે . તમે પણ ઘેર બેઠાં અરજી કરી શકો છો . અહી તમને અરજી કરવાની રીત બતાવવામાં આવી છે . તે મુજબ અરજી કરી શકો છો .સૌ પ્રથમ કોમ્પ્યુટરમાં બ્રાઉઝર ના સર્ચ મેનુમાં I Kisan અથવા I Khedut ટાઈપ કરો એટલે I Khedut પોર્ટલનું સરનામું દેખાય ત્યાં ક્લીક કરો અને સાઇટને ઓપન કરો. અને જમણી બાજુએ લીંકમાં આપેલ યાદીમાં “અરજી કરો ” પર ક્લીક કરો.
જમણી બાજુએ લીંક યાદીમાં વિવિધ યોજનામાં અરજી કરો પર ક્લીક કરવાથી નીચે દર્શાવ્યા મુજબની સ્કીન દેખાશે. હાલમાં બાગાયત વિભાગની અને મત્સ્ય પાલનની યોજનાઓ શરૂ છે .તેથી તમે જે વિભાગની યોજનાની વિગતો જોવા માગતા હોવ તેના પર ક્લીક કરો જો તરીકે તમે બાગાયત વિભાગની યોજનાઓ જોવા માગો છો તો બાગાયતની યોજનાની સામે વિગતો જોવા માટે અહી કલીક કરો તેના પર ક્લીક કરો.
હવે બાગાયતની વિગતોની નંબર 1 થી 74 સુધીની યાદી જોવા મળશે તમે ઇચ્છિત આઈટમ મેળવવા માટે અરજી કરી શકો છો ઘણી યોજનાઓનો લાભ જીવન માં એક વખત તો કેટલીક વસ્તુઓ વધારે વખત મળે છે . વધુ વિગત માટે લીંક ખોલીને માહિતી મેળવી શકો છો . બાગાયતી યોજનામાં ટીસ્યું કલ્ચર રોપા ,મીની ટ્રેક્ટર ,પાવર ટીલર,ઉપયોગી યંત્ર સામગ્રી નેટ હાઉસ ,પોળી હાઉસ વગેરે ઘણી યોજનાઓ હાલમાં ચાલુ છે .તમે ઈચ્છો તે વિભાગના છેલ્લા કોલમમાં “અરજી કરો” ત્યાં કલીક કરવાથી અરજી પત્ર ખુલશે.
તમે પસંદ કરેક જુથ માં અરજી કરતાં પહેલાં નીચે જણાવેલ વિગત તમારે ભરવાની છે . તમે અગાઉથી રજીસ્ટર્ડ છો કે કેમ તે વિગત ભરી આગળ વધો પર ક્લીક કરતાં નવું મેનુ ખુલશે.
નવી અરજી કરવા માટે અહી ક્લીક કરો તેના પર ક્લીક કરતાં અરજી પત્રક ખુલશે તેમાં બધીજ વિગતો કાળજી પૂર્વક ભરો.
અરજી સંપૂર્ણ ભર્યા પછી કોડ નાખી અરજી કન્ફર્મ કરવાની છે . ત્યારબાદ પ્રિન્ટ કાઢી લઈ તમારી સહી કરી જરૂરી ડૉક્યુમેન્ટ જોડી પત્ર દર્શાવેલ કચેરીમાં મોકલવાની છે . અથવા સ્કેન કરી ડૉક્યુમેન્ટ સહિત ઓન લાઇન સબમીટ કરી શકો છો.
IKhedut Portal Registration: આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
બાગાયતી યોજનાઓ અને વિવિધ અન્ય યોજનાઓ માટે અરજી કરવા : અહીં ક્લિક કરો
હોમ પેજ | અહિયાં ક્લિક કરો |
I-Khedut Portal Gujarat FAQS:
પ્રશ્ન :1 આઈ ખેડૂત પોર્ટલનો લાભ કોને મળે છે ?
જવાબ : આઈ કિસાન પોર્ટલ પર ગુજરાતના તમામ ખેડૂતો જેઓ ખેતી ,પશુપાલન ,મત્સ્ય પાલન અને બાગાયતી અને ખેતી સાથે જોડાયેલ લગભગ તમામ વ્યવસાયો ને આવરી લીધેલ છે .તે તમામ લાભો પૈકી પોતે જે વ્યવસાય કરતાં હોય તે માટે સહાય મળી શકે છે .
પ્રશ્ન : આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાથી કેટલી રકમની સહાય મળી શકે ?
જવાબ : દરેક વિભાગમાં જણાવેલ ઘટકો માં ઘાતક દીઠ સરકારશ્રીના નક્કી કરેલ ધોરણ મુજબ સહાય છે .
પ્રશ્ન : આઈ કિસાન પોર્ટલ પોર્ટલ પર બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે ?
જવાબ : આઈ ખેડૂત પોર્ટલ પર બજાર ભાવ ,હવામાન સમાચાર અને આધુનિક ખેતી માટે જરૂરી માર્ગદર્શન મળે છે .
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.